Planks Benefits: દરરોજ માત્ર 5 મિનિટ આ એક્સરસાઈઝ કરવાથી બનશે બૉડી


By Sanket M Parekh24, Jul 2025 03:28 PMgujaratijagran.com

કસરત કરવાના ફાયદા

દરરોજ કસરત કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે, પરંતુ શું તમે દરરોજ માત્ર 5 મિનિટ પ્લૅન્ક કરવાના ફાયદા જાણો છો? જો નહીં, તો ચાલો આ વિશે જાણીએ-

વજન ઘટાડવામાં મદદરૂપ

દરરોજ 5 મિનિટ પ્લૅન્ક કસરત કરવાથી કેલરી બર્ન થાય છે. જેનાથી તમે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડી શકો છો. આ કસરત મેટાબોલિઝમને પણ વધારે છે.

બૉડી પોશ્વર સુધારે

પ્લૅન્ક કરવાથી તમારી કમર સીધી રહે છે. જેનાથી તમારી શરીરની મુદ્રા અર્થાત બોડી પોશ્ચર સુધરે છે અને તમે હંમેશા સક્રિય (એક્ટિવ) અનુભવો છો.

કોર મસલ્સને મજબૂત બનાવે

પ્લૅન્ક કરવાથી કોર મસલ્સને મજબૂતી મળે છે. આ કસરતથી કોરના તમામ જરૂરી મસલ્સ પર અસર થાય છે

કમરના દુખાવામાં રાહત

પ્લૅન્ક કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત કમરમાં થતી ઈજાનો ખતરો પણ ટળે છે.

બેલેન્સમાં સુધારો

પ્લૅન્ક કસરત કરવાથી શરીરનું સંતુલન સુધરી શકે છે. આ કસરતથી ગરદનમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે.

શરીર લચીલુ બને

પ્લૅન્ક કરવાથી શરીરમાં લચીલાપણું વધે છે. આ કસરતથી કોલરબોન અને ખભા સુધીના સ્નાયુઓ ખેંચાય છે. જેનાથી હિપ મસલ્સ અને બાઈસેપ્સનો વિકાસ થાય છે.

Panic Attacks: પેનિક એટેક શું છે? જાણો તેના 7 કારણો