અસ્થમામાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ રોગ હૃદય અને ફેફસાને નુકસાન કરે છે. જો તમે પણ અસ્થમાથી પીડિત છો તો આ 1 ડ્રાયફ્રુટ ખાવાથી તમને આ રોગથી રાહત મળી શકે છે.
આ ડ્રાયફ્રુટ છે - અંજીર. અંજીરમાં ફાઇબર, વિટામિન-એ, વિટામિન-બી1, વિટામિન-સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે.
અંજીર ખાવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
અસ્થમાથી રાહત મેળવવા માટે તમારે અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરમાં એવા ગુણધર્મો હોય છે જે અસ્થમાથી ઘટાડે છે. તેની અસર થોડા દિવસોમાં દેખાશે.
જે લોકો દરરોજ પોતાના આહારમાં અંજીરનો સમાવેશ કરે છે, તેમના હાડકા લાંબા સમય સુધી મજબૂત રહે છે કારણ કે તેમાં કેલ્શિયમ હોય છે.
જે લોકોના શરીરમાં વારંવાર લોહીની ઉણપ રહે છે. અંજીર તેમના માટે અમૃતથી ઓછું નથી. તેમાં આયર્ન હોય છે અને આયર્ન લોહીની ઉણપને પૂર્ણ કરે છે.
આજકાલ લોકો હૃદયરોગનો શિકાર બની રહ્યા છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમથી ભરપૂર અંજીરનું સેવન કરી શકાય છે.