Okra Fry Recipe: ડિનર માટે ઘરે બનાવો પરફેક્ટ ભીંડા ફ્રાય રેસીપી


By Vanraj Dabhi28, Feb 2025 06:47 PMgujaratijagran.com

ભીંડા ફ્રાય રેસીપી

ભીંડા ફ્રાઈ એક સ્વાદિષ્ટ સબ્જી છે, જે તમે લંચ અથવા ડિનર માટે પરફેક્ટ છે. ચાલો જાણીએ ભીડા ફ્રાઈ બનાવવાની રીત.

સામગ્રી

ભીંડી, તેલ, જીરા, હળદર-મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, લીંબુનો રસ, લીલા મરચા.

સ્ટેપ-1

સૌ પ્રથમ ભીંડાને સારી રીતે ધોઈને સાફ કરીને બંને છેડા કાપીને તેના નાના ટુકડા કરી લો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં સહિત બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરીને 2 મિનિટ પકાવો.

સ્ટેપ-3

હવે તેમાં સમારેલો ભીંડો ઉમેરીને સારી રીતે મિક્સ કરો જેથી મસાલા સાથે ભીંડો સારી રીતે મિક્સ થઈ જાય.

સ્ટેપ-4

હવે ભીંડા ફ્રાઈને 10 મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દો.જ્યારે ભીંડા રંધાઈ જાય, ત્યારે તેમાં ગરમ ​​મસાલો અને લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે પરફેક્ટ ભીંડા ફ્રાય, તેને ગરમા-ગરમ રોટલી કે ચપાતી સાથે સર્વ કરો, તમે ડિનરમાં ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Delicious Kathiyawadi Kadhi: પરફેક્ટ કાઠીયાવાડી કઢી બનાવવાની રીત