Prostate Infection: કેવી રીતે ખબર પડે પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શન થઈ ગયું છે?


By Sanket M Parekh06, Jul 2025 03:56 PMgujaratijagran.com

પ્રોસ્ટેટ ઈન્ફેક્શનના લક્ષણો

જ્યારે પુરુષોને પ્રોસ્ટેટમાંન ઈન્ફેક્શન થાય છે, ત્યારે અનેક લક્ષણો જોવા મળે છે. જેને મોટાભાગના લોકો સાધારણ સમજીને અવગણે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ-

પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શન કેમ થાય છે?

પુરુષોને પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શન બેક્ટેરિયલ સંક્રમણ, યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે થઈ શકે છે.

પેશાબ કરતી વખતે બળતરા

પેશાબ કરતી વખતે બળતરા થવી એ પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શનનું એક સામાન્ય લક્ષણ છે. તેને ઈગ્નોર કરવાની ભૂલ ભારે પડી શકે છે.

પેલ્વિક ફ્લોરમાં દુખાવો

જો પેલ્વિક એરિયા, જાંઘ અથવા કમરના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય, તો તે પણ પ્રોસ્ટેટ ઈન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે.

વારંવાર પેશાબ લાગવી

જો તમને વારંવાર પેશાબ લાગતી હોય, તો તે પણ પ્રોસ્ટેટ ઈન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે. આથી તેને અવગણશો નહીં.

પેશાબમાં લોહી પડવું

ઘણા લોકોને પેશાબ કરતી વખતે લોહી પડવાની સમસ્યા થઈ શકે છે. જે પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શનનું મુખ્ય લક્ષણ છે.

શારીરિક સબંધ દરમિયાન દુખાવો થવો

પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શન હોય, ત્યારે પુરુષોને શારીરિક સબંધ બાંધતી વખતે તીવ્ર દુખાવો ઉપડતો હોય છે. જો આવું થાય, તો તેને ઈગ્નોર કર્યા વિના તબીબની સલાહ લેવી જોઈએ.

તબીબી સલાહ

જો તમને પણ ઉપર જણાવેલા પૈકી કોઈ એક લક્ષણ લાંબા સમયથી પરેશાન કરતાં હોય, તો એકવાર તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

Monsoon: ચોમાસામાં આદુ અને તજનું પાણી પીવાના 6 અદ્ભુત ફાયદા