બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ વેજીટેબલ દલિયાની રેસીપી


By Vanraj Dabhi23, Mar 2025 11:31 AMgujaratijagran.com

વેજીટેબલ દલિયા

નાસ્તામાં કઈક અલગ ટ્રાય કરવું હોય તો તમે હેલ્ધી વેજીટેબલ દલિયા ખીચડી બનાવવી શકો છો.

સામગ્રી

ઘઉંના ફાળા,ડુંગળી,લીલા મરચા,આદુ ,ટામેટા,લીલી ચોળી,ગાજર,બાફેલા લીલા વટાણા,કાળા મરી પાવડર,હળદર પાવડર,જીરું,મીઠું સ્વાદ મુજબ,ઘી,કોથમીર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કૂકરમાં ઘી ગરમ કરો અને તેમાં ઘઉંના ફાળા ઉમેરીને શેકી લો અને પછી તેમાં પાણી ઉમેરીને પકાવી લો.

સ્ટેપ- 2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં જીરું,ડુંગળી,મરચાની કટકી,આદુના ટુકડા,કાળા મરીનો પાવડર,હળદર વગેરે મસાલા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં ટમેટા,ગાજર,લીલી ચોળી,વટાણા,સ્વાદ મુજબ મીઠું ઉમેરીને થોડીવાર પકાવો.

સ્ટેપ- 4

હવે તેમાં તૈયાર કરેલ દલિયા ઉમેરો અને કોથમરી ગાર્નિશ કરીને થોડીવાર પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે ઘઉંના ફાળાની વેજીટેબલ ખીચડી, તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rava Dhokla: સોજીના ઢોકળા બનાવવાની રીત