ખજૂરના લાડુની વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તેને ઘરે કેવી રીતે બનાવવાની રીત જાણીએ.
ખજૂર, ઘી, ડ્રાય ફ્રૂટ્સ, ખસખસ, છીણેલું નાળિયેર, એલચી પાઉડર.
સૌ પ્રથમ ખજૂરના ઠળિયા કાઢીને મિક્સરમાં નાખીને બરછટ પીસી લો.
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ડ્રાયફ્રૂટ્સને હળવા સાંતળીને તેને એક પ્લેટમાં કાઢી લો.
હવે એ જ કડાઈમાં ઘી ઉમેરી મધ્યમ તાપે ખજૂરને શેકી લો. જ્યારે આ મિશ્રણ નરમ થાય ત્યારે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ, ખસખસ અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે તેને હાથ વડે નાના લાડુ બનાવી લો.
લાડુને છીણેલા નારિયેળમાં ગાર્નિસ કરીને કાચની બરણીમાં સ્ટોર કરો
તૈયાર છે ખજૂરના લાડુ, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.