Disadvantages Of Avocado: શું તમે એવોકાડો ખાવાના આ નુક્સાન જાણો છો?


By Sanket M Parekh16, Jul 2025 04:09 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

એવોકાડો સ્વાસ્થ્યવર્ધક ફળ છે, પરંતુ તેનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. આથી તેને સંતુલિત માત્રામાં ખાવું જરૂરી છે. તો ચાલો ડાયેટિશિયન પાસેથી જાણીએ વધુ એવોકાડો ખાવાથી કેવી સમસ્યા થઈ શકે છે

પાચન સંબંધી સમસ્યાઓ

એવોકાડોમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો પેટ ફૂલવું, ગેસ, બ્લોટિંગ અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને જે લોકોનું પાચનતંત્ર નબળું હોય તેમને વધારે તકલીફ થાય છે.

માઇગ્રેનને ટ્રિગર કરે

એવોકાડોમાં 'ટાયરામિન' નામનો પદાર્થ હોય છે, જે માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે. આનાથી માથાનો દુખાવો અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે.

એલર્જી થઈ શકે

જે લોકોને લેટેક્સ એલર્જી હોય, તેમને એવોકાડોથી એલર્જી થઈ શકે છે. જેનાથી ખંજવાળ, સ્કિન રેશિઝ, ઉલટી અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ એવોકાડો ખાવાથી બચવું જોઈએ

પોટેશિયમનું વધુ પ્રમાણ જોખમી

એવોકાડોમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આથી વધુ પડતું સેવન કરવાથી 'હાઇપરકલેમિયા' (શરીરમાં પોટેશિયમનું વધુ પડતું પ્રમાણ) થઈ શકે છે, જેનાથી સ્નાયુઓમાં નબળાઈ, થાક અને હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે.

લોહી પાતળું કરવાની દવા પર અસર

એવોકાડોમાં વિટામિન K હોય છે, જે લોહી પાતળું કરતી દવાઓની અસરને ઘટાડી શકે છે. જેનાથી લોહી ગંઠાઈ જવું (બ્લડ ક્લોટિંગ) અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે

કિડનીના દર્દીઓ દૂર રહે

વધુ પોટેશિયમ કિડનીના દર્દીઓ માટે હાનિકારક નીવડી શકે છે. જો તમને કિડનીની બીમારી હોય, તો એવોકાડોનું સેવન મર્યાદિત માત્રામાં કરો અને ડોક્ટરની સલાહ લો.

એવોકાડો કેટલો ખાવો હિતાવહ

એવોકાડો પોષણથી ભરપૂર છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ નુકસાનકારક હોઈ શકે છે. રોજ અડધો અથવા એક એવોકાડો ખાવો પર્યાપ્ત હોય છે. વધુ પડતા એવોકાડો ખાવાથી ઉપર જણાવેલ સમસ્યાઓ થઈ શકે છે.

Liver Cancer: લીવર કેન્સર થવાના 5 મુખ્ય કારણો જાણો