Lemon Rice Recipe: બાળકોના લંચ બોક્સ માટે આ રીતે બનાવો લેમન રાઈસ


By Vanraj Dabhi26, Jul 2025 09:37 AMgujaratijagran.com

લેમન રાઈસ

દરરોજ લંચ બોક્સમાં શું બનાવવું તે વિચારવું એ એક પડકાર બની ગયો છે, જો તમે પણ કંઈક હળવું અને સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, ચાલો જાણીએ કે ઘરે સ્વાદિષ્ટ લેમન રાઈસ કેવી રીતે બનાવશો.

સામગ્રી

ભાત,લીંબુ, મગફળી, ચણાની દાળ, અડદની દાળ, સરસવ, હળદર, હિંગ, લીલા મરચાં, કરી પત્તા, સ્વાદ મુજબ મસાલા અને તેલ.

સ્ટેપ-1

પહેલા ચોખાને પાણીમાં નાખીને ઉકાળો પછી, તેમને થોડા ઠંડા થવા દેવા જોઈએ.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈના દાણા, દાળ ઉમેરો અને તેને બરાબર સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં મગફળી, હિંગ, લીલા મરચાં, આદુ અને કરી પત્તા નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે ભાતમાં સ્વાદ ઉમેરવા માટે હળદર વેગેર મસાલા ઉમેરો અને તેને થોડીવાર માટે પાકવો.

સર્વ કરો

હવે ગેસ બંધ કરી દો. તમારા ભાત તૈયાર છે. તેમાં કોથમીર ગાર્નિશ કરીને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો.

ચોમાસામાં મોંમાં પાણી લાવી દે તેવા આ હેલ્ધી નાસ્તા ઘરે ટ્રાય કરો