હોટલ જેવી પનીર ભુરજીની રેસિપી


By Jivan Kapuriya02, Oct 2025 01:07 PMgujaratijagran.com

ગ્રેવી પનીર ભુરજી

પંજાબીના શોખીનો હોટલમાં પનીર ભુરજીનો ઓર્ડર જરૂર આપે છે. તમે પનીરની વિવિધ રેસીપી તમે ટ્રાય કરી હશે, આજે ગુજરાતી જાગરણ તમને ગ્રેવી વાળી પનીર ભુરજીની સબ્જી બનાવવાની રીત જણાવાશું.

સામગ્રી

ઘી, ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, કેપ્સીકમ, ટમેટા, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, પાણી, કોથમરી, પનીરનું છીણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ઝીણી સમારેલ ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, કેપ્સીકમ ઉમેરીને હળાવા સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમાં ટમેટા, મીઠું મસાલા ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં હળદર,ધાણાજીર, ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરીને સારી રીતે પકાવો.

સ્ટેપ-3

હવે તેમાં પનીરને ખમણીને ઉમેરો અને સારી રીતે મિક્સ કરી ઉપર કોથમરી ગાર્નિશ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પનીરનું ગ્રેવી વાળું શાક, તમે પરાઠા સાથે ગરમા ગરમ સર્વ કરો.રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dussehra 2025 Fafda Jalebi: દશેરા પર ફાફડા જલેબી કેમ ખાવામાં આવે ?