આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની ખોટી આદતોના કારણે આપણે જોઈએ તેટલી ફિજિકલ એક્ટિવિટી નથી કરી શકતા. જેના પરિણામે આપણું વજન તો વધે જ છે, પરંતુ આ સાથે જ અનેક ગંભીર બીમારીઓ પણ આપણને ઘેરવા લાગે છે.
શરીરને લાંબા સમય સુધી નિરોગી રાખવા માટે દરરોજ ફિજિકલ એક્ટિવિટી કરવી જોઈએ. આજે અમે આપને એક્સરસાઈઝ વિના ફિટ રહેવા માટે કેટલાક કામો વિશે જણાવીશું.
ઑફિસમાં લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરો.જેનાથી તમારા હાડકા મજબૂત બનશે. આ સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત થશે.
જો તમારી ઓફિસ નજીકમાં હોય અને વધારે દૂર ન હોય, તો તમારે ઓફિસ પગપાળા અથવા સાયકલ દ્વારા જવું જોઈએ. જેનાથી તમારું શરીર એક્ટિવ રહેશે.
ઑફિસમાં તમારે 30 મિનિટથી માંડીને 60 કલાક સુધી કામ કરવા વચ્ચે નાનો બ્રેક લેવો જોઈએ. આ દરમિયાન ઉભા થઈને આંટા મારવા જોઈએ. તેમજ બૉડીને સામાન્ય સ્ટ્રેચ કરો.
જો તમે આમ કરો છો તો, તમારું બ્લડ સર્ક્યુલેશન બહેતર બને છે. જેના પરિણામે તમારી સ્કિન પણ હેલ્ધી રહે છે.
એવું કહેવાય છે કે, વ્યક્તિ ઘરનું કામ જાતે કરીને એક્સરસાઈઝ વિના પણ ફિટ રહી શકે છે. જેના માટે તમે ઘરમાં કચરા-પોતું કરી શકો છે અને ઘરની સાફસફાઈ પણ કરી શકો છો.
જો તમે કસરત કર્યા વિના તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તેના માટે તમારે દિવસભર હુંફાળું પાણી પીવું જોઈએ. હુંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.