કિડની આપણા શરીરના વેસ્ટ પ્રોડક્ટ્સને ફિલ્ટર કરીને બહાર કાઢવાનું કામ કરે છે. શરીરના અગત્યના અંગ એવા કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કે આપણી સવારની કેટલીક આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
સવારે ઉઠતાની સાથે જ તરત પાણી ન પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે. જો લાંબા સમય સુધી આવું થાય, તો તેનાથી કિડની પર દબાણ પડે છે અને તેની કામ કરવાની ક્ષમતા ઘટવા લાગે છે.
નાસ્તામાં વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને કિડની પર વધુ દબાણ પડે છે.
પેશાબ રોકી રાખવાની આદત કિડનીને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. આમ કરવાથી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI) થઈ શકે છે, જે કિડની સુધી પહોંચી તેને ડેમેજ કરી શકે છે.
કૅફીન એક ડાયયુરેટિક છે, જે શરીરમાંથી પાણી દૂર કરે છે. જેના પરિણામે કિડનીને વધારે કામ કરવું પડે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે
સવારનો નાસ્તો સ્કીપ કરવાથી અથવા નાસ્તામાં પ્રોટીન અને ફાઇબર યોગ્ય પ્રમાણમાં ના લેવાથી શરીરમાં ટૉક્સિન્સ (ઝેરી તત્વો) જમા થવા લાગે છે. આ ટૉક્સિન્સને ફિલ્ટર કરવાનું કામ કિડનીનું જ છે