Black Coffee Side Effects: વધારે બ્લેક કૉફી પીવાથી સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન


By Sanket M Parekh28, Sep 2025 03:07 PMgujaratijagran.com

બ્લેક કૉફી પીવાના નુકસાન

શું તમે જાણો છો કે બ્લેક કોફી પીવાથી શરીરને ફાયદાની સાથે-થે નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ જરૂરિયાત કરતાં વધુ કોફી પીવાથી સ્વાસ્થ્યને કેવા પ્રકારના ગંભીર નુકસાન થાય

ઊંઘની ઉણપ

બ્લેક કોફીમાં કેફીનની માત્રા વધુ હોય છે, જે ઊંઘ પર અસર કરે છે. વધુ બ્લેક કોફી પીવાથી ઓછી ઊંઘની સમસ્યા વધે છે, જે શરીરને નબળું બનાવી શકે છે.

ચિંતા અને તણાવ

જો તમે જરૂરિયાત કરતાં વધુ બ્લેક કોફી પીઓ છો, તો તે હોર્મોન્સનું સ્તર વધારી દે છે. જેનાથી તણાવની સમસ્યા થવા લાગે છે. આ સાથે તે મગજ પર પણ ઘણી અસર કરે છે.

પાચન તંત્ર પર અસર

વધુ બ્લેક કોફી પીવાથી પાચન તંત્ર પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે. જેના કારણે એસિડિટી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે

અનિયમિત હ્રદયના ધબકારા

કેફીનની વધુ માત્રાને કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. હાર્ટ બીટ ઝડપી થવાથી હૃદય રોગોનું જોખમ વધી શકે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે

કેલ્શિયમની ઉણપ

વધુ બ્લેક કોફી પીવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે, જેના કારણે હાડકાંની સમસ્યા વધી શકે છે.

દાંત પર ડાઘ

બ્લેક કોફીના કારણે દાંત પર ડાઘ પણ જોવા મળે છે. જો તમે નિયમિતપણે તેનું સેવન કરો છો, તો કોફીમાં હાજર ઘેરા રંગને કારણે દાંતની ચમક ઝાંખી પડી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર

જો તમને હાઈ બીપીની સમસ્યા હોય, તો જરૂરિયાત કરતાં વધુ બ્લેક કોફી પીવાનું ટાળવું જોઈએ. તેમાં હાજર કેફીન બીપીના સ્તરને ડિસ્ટર્બ કરી શકે છે. આથી જરૂરિયાત કરતાં વધુ બ્લેક કોફી પીવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ખાલી પેટે મીઠા લીમડો ચાવવાના અદભૂત ફાયદા