Ghughra Recipe: હોળી સ્પેશિયલ ઘૂઘરા, આ રીતે ઘરે બનાવો ગુજિયા


By Vanraj Dabhi14, Mar 2025 04:32 PMgujaratijagran.com

ઘુઘરા રેસીપી

હોળીનો તહેવાર રંગો વડે મનાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકો આ તહેવાર પર ઘરે અવનવી વાનગી બનાવતા હોય છે, તમે ઘુઘરા બનાવી શકો છો.

સામગ્રી

માવો, બદામ, કાજુ, પિસ્તા, કીસમીસ, અખરોટ, ઇલાયચી પાઉડર, મેંદો, ખાંડ બુરુ, તળવા માટે ઘી અથવા તેલ

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમા એક ચમચી ઘી ગરમ કરી તેમાં માવો અને ડ્રાયફુટ્સના ટુકડા નાંખી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ મસાલો ઠંડો થાય પછી તેમા ખાંડ નાંખી બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે મેંદાના લોટમાં ઘીનું મોણ નાંખી નરમ લોટ બાંધી 15 મિનિટ સુધી સેટ થવા દો.

સ્ટેપ-3

હવે લોટમાંથી નાની અને જાડી પુરી વણી લો. પુરીની વચ્ચે માવા ડ્રાયફુટ્સનો મસાલો ભરી ઘુઘરા બનાવી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં ઘી કે તેલ ગરમ કરી ઘુઘરા સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો, આ ઘુઘરા 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે.

સર્વ કરો

માવા ઘુઘરા પર પિસ્તાની કટરણી વડે ગાર્નિશ કરો અને પ્રિયજનોનું મોં મીઠું કરાવો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Baba Vanga Predictions: બાબા વેંગાની નવી ભવિષ્યવાણીમાં એવું શું છે કે, વાંચીને દુનિયા આખી ચોંકી ગઈ?