Sugar Level: સવારના સમયે ભૂલથી પણ ના કરશો આ કામ, વધી શકે છે સુગર લેવલ


By Sanket M Parekh07, Aug 2025 04:09 PMgujaratijagran.com

સુગર લેવલ મેન્ટેન રાખવું

આજની ખરાબ જીવનશૈલી અને ખાણી-પીણીની ખોટી આદતોને પગલે મોટાભાગના લોકો ડાયાબિટીસની બીમારીનો સામનો કરી રહ્યા છે. આ લાઈલાજ બીમારીમાં સુગર લેવલને મેઈન્ટેન કરવું આવશ્યક છે.

ડાયાબિટીસમાં યોગ્ય ખાણી-પીણી જરૂરી

ડાયાબિટીસ એક લાઈલાજ બીમારી છે. જેને દવા અને સંતુલિત ડાયટની મદદથી કંટ્રોલ કરી શકાય છે. જો કે આપણી કેટલીક એવી આદતો હોય છે, જે ડાયાબિટીસમાં હાનિકારક માનવામાં આવે છે.

સવારમાં ના કરો આ કામ

આજે અમે આપને કેટલાક એવા કામો વિશે જણાવીશું, જેને તમારે સવારમાં કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી સુગર લેવલ હાઈ થઈ શકે છે, તો ચાલો આવા કામ વિશે જાણીએ...

નાસ્તો સ્કીપ કરવો

જો આજની વ્યસ્ત લાઈફને પગલે તમે સવારનો નાસ્તો સ્કિપ કરો છો, તો તમારી આ આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ખરાબ આદત તમારું સુગર લેવલ વધારી શકે છે.

નાસ્તામાં ના ખાશો આ વસ્તુ

જો તમે નાસ્તામાં પ્રોસેસ્ડ શુગર, સફેદ બ્રેડ અને પેકેટવાળા જ્યુસનું સેવન કરો છો, તો આ ખોરાક પણ તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે.

સવારે ખાલી પેટે ચા કે કોફી પીવી

જે લોકોને સવારે ખાલી પેટે ચા કે કોફી પીવાની આદત છે, તેમણે આ આદત છોડી દેવી જોઈએ, કારણ કે ખાલી પેટે ચા કે કોફી તમારું શુગર લેવલ વધારી શકે છે.

સમયસર નાસ્તો કરવો

નાસ્તો હંમેશા યોગ્ય સમયે કરવો જોઈએ. ખોટા સમયે નાસ્તો કરવાથી બ્લડ શુગર લેવલ અસંતુલિત થઈ શકે છે. સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે નાસ્તો કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સવારે 1 થી 2 ગ્લાસ પાણી અચૂક પીવો

સવારે ઉઠતા વેંત 1 થી 2 ગ્લાસ પાણી અચૂક પીવો, કારણ કે રાતે સૂવા દરમિયાન આપણું શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. જેના પરિણામે આપણું બ્લડ સુગર લેવલ ડાઉન થઈ શકે છે.

કિસમિસ ખાવાના આ અદ્ભુત ફાયદા