ભોજન સાથે આથેલા મરચાં ખાવા પસંદ હોય તો તમે આથેલા રાયતા મરચાં બનાવવાની ઇન્સ્ટન્ટ રેસીપી.
લીલા મરચા,હળદર,મીઠું,રાયના કુરિયા,મેથીના કુરીયા,વરિયાળી,આખા ધાણા,કાળા મરી,હિંગ,તેલ,લીંબુનો રસ.
સૌ પ્રથમ મરચાને ધોઈને સાફ કરી વચ્ચેથી મરચાંને ચીરીને તેના બે ભાગ કરી તેમાંથી બીજ કાઢી લો.
હવે એક પ્લેટમાં મરચાં લો તેમાં હળદર,મીઠું બરાબર મિક્સ કરીને 2-3 કલાક માટે આથો આવવા માટે રાખો.
હવે એક કડાઈ રાયના કુરિયા,મેથીના કુરિયા,વરિયાળી,આખા ધાણાને શેકીને એક મિક્સર જારમાં નાખીન બરછટ સીપી લો.
હવે એક બાઉલમાં બરછટ પીસેલા મસાલા,મીઠું શેકેલું,કાળા મરી,હળદર,હિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે ફરીથી કડાઈમાં તેલ ગરમ કરીને પછી થોડું ઠંડુ થાય પછી મરચાંના પાણી કાઢીને સુકાવીને પછી બધું બરાબર મિક્સ કરો.
હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને પછી સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.