Bajra Bhakri Recipe: બાજરીના લોટની ભાખરી બનાવવાની રીત


By Vanraj Dabhi07, Mar 2025 12:11 PMgujaratijagran.com

ભાખરી

દરેક લોકોને નાસ્તામાં ભાખરી ખાવાનું પસંદ હોય છે, તમે ઘઉંના લોટની તો ભાખરી ખાધી જ હશે, આજે અમે તમને બાજરીના લોટની ભાખરી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

બાજરીનો લોટ, ઘઉંનો લાટ, લીલા મરચા, આદુ-લસણ, તેલ, મેથીના પાન, હળદર, લાલ મરચું પાઉડર, હીંગ, મીઠું, સફેદ તલ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સરમાં આદુ, મરચા, લસણને ક્રસ કરી લો અને મેથીના પાનને ધોઈ ઝીણા સમારી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ  ગરમ કરી તેમાં ક્રશ કરેલી આદુ-મરચાની પેસ્ટ, મેથીના પાન અને મસાલા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેને એક બાઉલમાં કાઢી તેમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, સફેદ તલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં મીઠું અને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-5

હવે લોટના નાના લૂઆ બનાવીને ભાખરી બનાવીને એક તવા પર બંને બાજુ સારી રીતે શેકી લો.

સર્વ કરો

તૈયાર છે બાજરીના લોટની ભાખરી, તમે નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Batata Poha Recipe: બટાકા પૌવા બનાવવાની પરફેક્ટ રીત