બીટરૂટ ઢોસા એક ફાઈબર અને આયર્નથી ભરપૂર વાનગી છે જે ઘરે સરળતાથી બનાવી શકાય છે. તે ચટણી અને સાંભાર સાથે સર્વ કરી શકાય છે.
બીટરૂટ, ચોખાનો લોટ, રવો, ડુંગળી, તેલ, લીલું મરચું, શેકેલું જીરું પાઉડર, પાણી, મીઠું.
સૌ પ્રથમ બીટને છોલીને નાના ટુકડા કરી લો.
હવે તેને એક મિક્સ જારમાં નાખી તેમાં થોડું પાણી ઉમેરીને સ્મૂધ પ્યુરી બનાવી લો.
હવે એક બાઉલમાં ચોખાનો લોટ, રવો, મીઠું, જીરું પાવડર અને બીટરૂટની પ્યુરી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં પાણી ઉમેરો અને સારી રીતે હલાવી 10 મિનિટ માટે સેટ થવા દો.
હવે આ બેટરમાં ડુંગળી, લીલા મરચા ઝીણા સમારીને બેટરમાં ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક તવાને ગરમ કરી તેને તેલથી ગ્રીસ કરો અને તેની પર એક લાડુ વડે બેટર રેડો અને ઢોસા બનાવીને સારી રીતે પકાવી લો.
તૈયાર છે બીટરૂટ ઢોસા તમે ચટણી અને સાંભાર સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.