Chemical Free Soap: કેમિકલ ફ્રી કેસુડાનો સાબુ બનાવવાની રીત


By Vanraj Dabhi22, Mar 2025 05:04 PMgujaratijagran.com

કેસુડાનો સાબુ

ઉનાળામાં બાળકોને લુ નો લાગે એટલે આપણે ઘણા બહારથી સાબુ ખરીદીને નવડાવતા હોય છીએ, હવે તમે ઘરે જ શરીરને ઠંડક આપતો કેમિકલ ફ્રી સાબુ બનાવી શકો છો.

સામગ્રી

કેસુડાનું ફુલ, એલોવેરા, પાણી, વિટામિન Eની ગોળી, ફટકડી, સાબુનો બેઝ.

સ્ટેપ-1

સૌ પ્રથમ 250 ગ્રમ કેસુડાના ફુલ લો અને તેની પાછળની દાંડલી કાઢી નાખો.

સ્ટેપ-2

હવે એલોવેરાનો અંદરનો ગરભ કાઢીને એક મિક્સર જારમાં કેસુડા અને એલોવેરા ઉમેરીને દરદરું ક્રશ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં પાણી નાખી તેમાં દરદરુ પીસેલું કેસુડાનું મિશ્રણ ઉમેરીને થોડીવાર ઉકાળી એક બાઉલમાં ગરણ વડે ગાળી લો.

સ્ટેપ-4

હવે ગાળેલા મિશ્રણમાં વિટામિન Eની ગોળી, ફટકડી, સાબુનો બેઝ ઉમેરીને ઓગાળી લો.

સ્ટેપ-5

હવે સાબુના મોલ્ડમાં આ મિશ્રણ નાખીને 4 કલાક માટે ફ્રીજમાં જામવા માટે મુકો.

ઉપયોગ કરો

હવે સાબુને અનમોલ કરીને તમે નાહવામાં ઉપયોગ કરી શકો છો.

નોંધ

બાળકો માટે કેસુડાનો સાબુ બનાવો ત્યારે સાબુનો બેઝ કે ફટકડી ઉમેરશો નહીં.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં પણ ટાંકીનું પાણી ઠંડું ગાર રહેશે, કરી લો આ કામ