શિયાળામાં દરેક લોકોને ચીક્કી ખાવા ગમતી હોય છે, આજે અમે સિંગ અને તલની મિક્સ ચીક્કી બનાવવાની રીત જણાવીશું.
મગફળી, તલ, ગોળ, એલચી પાઉડર, સૂઠ પાઉડર, ગાંથોડા પાઉડર, ઘી, પિસ્તા.
સૌ પ્રથમ એક પેનમાં શીંગ દાણા અને તલને હળવા શેકી લો અને શીંગને ફોતરી ઉતારી મિક્સર જારમાં બંને ગ્રાઈન્ચ કરી લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરીને ઓગાળી લો.
હવે તેમાં એલચી પાઉડર, સૂઠ પાઉડર, ગાંથોડા પાઉડર ુમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં સિંગ અને તલનું મિશ્રણ ઉમેરીને સારી રીતે ગોળ સાથે મિક્સ કરી લો.
હવે એક પ્લેટમાં કાઢીને ફેલાવીને છરી વડે ચોસલા પાડી લો.
તૈયાર છે સિંગ તલની યુનિક વાનગી, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.