દરેક લોકોએ મેથી, પાલક, દૂધી સહિતના વિવિધ પ્રકારના થેપલા ટ્રાય કર્યા હશે, આજે અમે તમને કાકડીના થેપલા બનાવવાની રીત જણાવીશું.
રવો, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, કાકડી, તેલ, લીલા મરચાંની પેસ્ટ, હળદર પાઉડર, ધાણાજીરું, લાલ મરચું, આદુની પેસ્ટ, દહીં, મીઠું, સફેદ તલ, કોથમીર.
સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ લો અને તેમાં કાકડીને ઝીણી ખમણેલી લો.
હવે તેમાં મરચાંની પેસ્ટ, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, દહીં, આદુની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
હવે બધી સામગ્રીને બરાબર મિક્સ કરી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો.
હવે લોટમાંથી નાના લુઆ બનાવી થેપલા વણીને એક તવાને ગરમ કર્યાબાદ તવા પર તેલ લગાવી આ થેપલાને શેકી લો.
તૈયાર છે કાકાડીના થેપલા, તમે ગરમા ગરમ કાકડીના થેપલાંને દહીં, અથાણું કે ચટણી સાથે સર્વ કરો.