ઘરે બનાવો સ્વાદિષ્ટ તડકા દહીં ભાત


By Vanraj Dabhi25, Apr 2025 10:13 AMgujaratijagran.com

દહીં ભાત

ઉનાળામાં લોકોની ખાવાની આદતોમાં ઘણો ફેરફાર થાય છે. તમે કંઈક સાદું અને હળવું ખાવાનું વિચારતા હોવ તો, અમે તમને સ્વાદિષ્ટ તડકા દહીં ભાત વિશે જણાવીશું.

સામગ્રી

ચોખા, દહીં, ઘી, જીરું, રાઈ,મીઠો લીમડો, ડુંગળી, લીલા મરચાં, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચોખાને ધોઈને તેને પાણીમાં પલાળી રાખો અને 10 મિનિટ માટે રહેવા દો. 10 મિનિટ પછી, તેને કૂકરમાં મૂકો અને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-2

હવે એક તપેલીમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું, રાઈ, કઢી પત્તા, ડુંગળી ઉમેરીને વઘાર કરો.

સ્ટેપ-3

હવે તેમાં મરચું, મીઠું નાખો. આ પછી તેમાં દહીં ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

દહીં સારી રીતે તૈયાર થઈ જાય પછી તેમાં ભાત ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

સર્વ કરો

તડકા દહીં ભાત તૈયાર છે. તમે તેને સર્ વ કરી શકો છો.

આ રીતે ભરેલા કારેલા બનાવશો તો, તેનો સ્વાદ કડવો નહીં લાગે