Dal Pakwan Recipe: દાળ પકવાન બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi17, Jan 2025 11:13 AMgujaratijagran.com

દાળ પકવાન

દરેક લોકોને દાળ પકાવાન ખાવાનું ગમતુ હોય છે, પરંતુ બહાર જેવા દાળ પકવાન ઘરે બનતા નથી હોતા, આજે અમે તમને તેની પરફેક્ટ રેસીપી જણાવીશું.

દાળ માટે સામગ્રી

ચણાની દાળ, ડુંગળી, ટામેટા, રાઇ, જીરું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુનો રસ, આંમલીનું પાણી, તેલ, મીઠું.

પકવાનની સામગ્રી

મેંદાનો લોટ, અજમો, તેલ, પાણી, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળને એક-બે વાર પાણીથી ધોઈને સાફ કરી લો અને પ્રેશર કુકરમાં પાણી, હળદર અને મીઠું ઉમેરીને બાફી લો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, ટામેટાં, ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં બાફેલી દાળમાં તડકો ઉમેરીને 2-3 મિનિટ સુધી પકાવી પછી તેમાં લીંબુનો રસ અને આંમલીનું પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સટેપ-4

હવે એક વાસણમાં મેંદાનો લોટ, મીઠું, એક ચમચી તેલ અને થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-5

હવે લોટમાંથી નાના લૂઆ બનાવી પાતળી રોટલી જેમ વણી લો અને તેની પર નાના-નાના કાણાં પાડો.

સ્ટેપ-6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી પછી તેમાં વણેલા પકવાનને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વિંગ સૂચના

તૈયાર છે દાળ પકવાન તમે તને ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Thepla Recipe: શિયાળામાં ઘરે ટ્રાય કરો કાગળ જેવા પાતળા અને કુણા માખણ મેથીના થેપલા