વેજ પુલાવ એક લોકપ્રિય વાનગી છે. શિયાળામાં આ રેસીપી ખૂબ ખાવામાં આવે છે, આજે અમે તમને વેજ મસાલા પુલાવની રેસીપી જણાવીશું.
ચોખા, ઘી, જીરું, આદુ, લીલી વટાણા, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, મીઠું, હળદર, પાણી.
સૌ પ્રથમ ચોખાને ધોઈને એક કલાક પલાળી દો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું અને આદુ ઉમેરો.
આદુ બ્રાઉન થાય એટલે તેમાં ચોખા, વટાણા, ગરમ મસાલો, મીઠું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરીને ઢાંક્યા વગર પકાવો.
હવે તેમાં ચાર કપ પાણી ઉમેરો અને ઉકળવા દો અને ઢાંકીને બંધ કરીને ધીમી આંચ પર પકાવો.
10 મિનિટમાં સુધી પકાવશો એટલે ચોખા રંધઈ જશે.
હવે તમે તેને સર્વિશિંગ ડિશમાં કાઢીને ગરમાગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.