Garlic Chutney Recipe: લસણની સૂકી ચટણી બનાવવાની યુનિક રીત


By Vanraj Dabhi15, Apr 2025 02:34 PMgujaratijagran.com

લસણની સૂકી ચટણી

લસણની ચટણી તો દરેકના ઘરે બનતી હોય છે, પરંતુ આજે આપણે કઈક અલગ રીતે લસણની સૂકી ચટણી બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

લસણ, સુકા લાલ મરચા, મગફળી, સૂકું નાળિયેર, તલ, મીઠું, તેલ, જીરું, ધાણાજીરું, મેથી, એક ચપટી હીંગ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક તવાને ગેસ પર ગરમ કરો અને તેમાં 1 ચમચી તેલ, 1/4 કપ લસણની કળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.

સ્ટેપ-2

હવે ફ્રાય કરેલ લસણમાં 1 ચમચી મગફળી,1 ચમચી તલ,1 ચમચી જીરું, 1 ચમચી ધાણાજીરું અને 1/4 ચમચી મેથી નાખીને મિક્સ કરો.

સ્ટેપ-3

હવે આ પેસ્ટને મિક્સર જારમાં નાંખીને તેમાં 1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, 1 ચમચી આમચૂરણ પાવડર, એક ચપટી હિંગ અને અડધી ચમચી મીઠું ઉમેરીને પીસી લો.

સ્ટેપ-4

તમારી સૂકી લસણની ચટણી તૈયાર છે, તમે આ ચટણીને વડાપાવ,સમોસા વગેરે નાસ્તા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chiku Benefits: ઉનાળામાં ચીકુ ખાવાના ફાયદા