ચૈત્ર નવરાત્રીના વ્રત દરમિયાન તમને અવનવી રેસીપી ખાવાનું મન થાય, તો તમે ઘરે ફરાળી સુખડી બનાવી શકો છો, નોંધી લો રેસીપી.
મગફળી, ગોળ, નાળિયેર, ઘી, ઓટ્સ, મિલ્ક પાઉડર, ગુંદર.
સૌ પ્રથમ એક પેનમાં મગફળીના દાણા શેકીને મિક્સર જારમાં નાખી ક્રશ કરી લો અને તે જ પેનમાં નારિયેળનું છીણ હળવું શેકી લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગુંદર શેકી લો અને પછી તેમાં ગોળ ઉમેરીને ઓગાળી લો.
હવે તેમાં ખજૂરની પેસ્ટ,મગફળીનો પાઉડર,મિલ્ક પાઉડર,નારિયેળનો પાઉડર,ગુંદરનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
હવે આ મિશ્રણને થોડીવાર પકાવીને પછી એક પ્લેટમાં ઘી લગાવીને તેમાં કાઢીને પ્લેટમાં ફેલાવીને છરી વડે ચોસલા બનાવી લો.
તૈયાર છે ફરાળી સુખડી, તમે વ્રત દરમિયાન સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.