ફ્રેન્ચ ફ્રાઈસ બાળકોને ખૂબ ભાવે છે અને ઘણા લોકો તેને ચટણી સાથે ખાવાનું પસંદ કરે છે. તમે તેને ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ તેની રીત.
બટાકા, તેલ જરૂર મુજૂ, મીઠું સ્વાદ મુજબ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મકાઈનો લોટ.
સૌ પ્રથમ બટાકાને સારી રીતે છોલીને ફ્રેન્ચ ફ્રાઈસની જેમ લાંબા ટુકડા કરી લો અને તેને પાણીથી સારી રીતે ધોઈ લો.
હવે એક કડાઈમાં પાણી ગરમ કરો અને તેમાં આ બટાકાની ચીપ્સ નાખો અને તેમાં મીઠું નાખો. તેને મધ્યમ તાપ પર લગભગ 5 મિનિટ સુધી ઉકાળો.
હવે બટાકાને પાણીમાંથી બહાર કાઢીને તેને સ્વચ્છ કપડા પર સૂકવી લો અને એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય ત્યારે પછી બટાકાની ચીપ્સ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી તળીને પછી કાગળ પર મૂકો અને તેમાં મકાઈનો લોટ ઉમેરો અને તેને મિક્સ કરો.
મિક્સ કર્યા પછી ફરી એકવાર બટાકાના ટુકડા ગરમ તેલમાં નાખો અને તેને તળી લો જેથી તે વધુ ક્રિસ્પી બનશે.
હવે તેને ટીશ્યુ પેપર પર કાઢીને તેની ઉપર ચાટ મસાલો અને લાલ મરચું ઉમેરો અને મિક્સ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
જો તમને રેસીપી ગમી હોય તો લાઈક-શેર કરો અને આવી વધુ વાનગીઓ જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.