સેવ ટમેટાનું શાક એક ખાટુ મીઠું લોકપ્રિય ગુજરાતી શાક છે જે ટમેટા, સેવ, ડુંગળી અને અન્ય મસાલાઓ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
ટામેટાં, સેવ, જીરું, રાઈ, ડુંગળી, આદું-લસણની પેસ્ટ, લીલું મરચું, ખાંડ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલા, કોથમીર, તેલ, મીઠું , પાણી.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું નાખીને ડુંગળી,આદું-લસણની પેસ્ટ,કાપેલું લીલું મરચું ઉમેરીને સાંતળો.
હવે તેમાં કાપેલા ટામેટાં, મીઠું,ખાંડ અને હળદર નાખીને 2 મિનિટ પકાવો.
હવે તેમાં થોડું પાણી ઉમેરીને 4-5 મિનિટ સુધી પકાવો.
હવે તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલા પાઉડર,ધાણાજીરું અને સેવ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
સેવ ટામેટાંના શાકને પીરસવાના બાઉલમાં કાઢો અને કોથમરીથી ગાર્નિશ કરો.
સેવ ટમેટાનું શાક તૈયાર છે તમે તેને રોટલી,થેપલા કે પરોઠા સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.