શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારતું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સૂપ!. શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.ચાલો રેસીપી જોઈએ.
1 કપ કાળા ચણા (4-5 કલાક માટે પલાળેલા), 1 કાળી એલચી, 3-4 લસણની કળી,1/2 ઇંચ સમારેલું આદુ,2 લીલા મરચા સમારેલા, 2 ટામેટા સમારેલા, સમારેલી કોથમીર, 1/2 ચમચી જીરું પાવડર, 1/4 ચમચી મીઠું, સ્વાદ મુજબ, 3-4 કપ પાણી, 1 ચમચી લીંબુનો રસ, થોડું દેશી ઘી / માખણ
કાળા ચણાને સારી રીતે ધોઈને 4–5 કલાક માટે પલાળી રાખો.
પલાળેલા ચણાને કુકરમાં મૂકી તેમાં ટામેટા, લસણ, આદુ, કાળી એલચી, લીલા મરચાં, મીઠું અને પાણી ઉમેરો. હવે તેને 4 સીટી અને પછી 5 મિનિટ ધીમા તાપે કુક કરો.
કુકર ઠંડુ થાય પછી ચણા ગાળી લો. ચણાને તમે ચણા ચાટ, સબ્જી કે કોઈપણ વાનગીમાં પછી ઉપયોગ કરી શકો છો.
ગાળેલા ચણાના પાણીમાં કોથમીર, લીંબુનો રસ મિક્સ કરો.
સૂપને બાઉલમાં ભરો. ઉપરથી થોડું ઘી / બટર ,ચાટ મસાલો અને તાજી કોથમીર છાંટી ગરમ-ગરમ સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.