ઉનાળામાં દરેક લોકોને ભોજનમાં અથાણું ખાવાનું પસંદ હોય છે, તમને કેરડાનું અથાણું પસંદ હોય તો તમે આ રીતે ઘરે બનાવી શકો છો.
કેરડા, ખાટી છાશ, તુરીયા, મીઠું, તેલ, હળદર, પાણી, હીંગ, લીબુંનો રસ, અથાણાંનો મસાલો.
સૌ પ્રથમ કેરડાને સાફ કરીને એક બાઉલમાં દિવસભર પાણીમાં પલાળી રાખો.
હવે એક બાઉલમાં 24 કલાક માટે છાસમાં પલાળીને રાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી થોડું ઠંડુ થાય પછી તેમાં હળદર,મીઠું,રાઈના કુરીયા,હીંગ વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં કેરડા નાખીને બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરીને એક બરણીમાં ભરી લો.
તૈયાર છે કરડાનું ટેસ્ટી અથાણું તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.