Chutney Recipe: ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત


By Vanraj Dabhi09, Mar 2025 03:53 PMgujaratijagran.com

ચટણી રેસીપી

ખજૂર અને આમલીની ખાટી મીઠ્ઠી ચટણી ઘણા લોકોએ ટ્રાય કરી હશે, આજે અમે ખાટી મીઠ્ઠી ચટણીની રેસીપી જણાવીશું, જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી

ખજૂર, આમલી, વરિયાળી, ગોળ, લાલ મરચું પાવડર, જીરું પાઉડર, સંચળ, મીઠું, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કુકરમાં ખજૂર, ગોળ અને આંબલી ઉમેરીને એમાં 1.5 કપ પાણી ઉમેરીને બધુ 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી ઉકાળી લો.

સ્ટેપ-2

હવે કુકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલીને ખજૂર અને આમલીના ઠળિયાને અલગ કરો.

સ્ટેપ-3

હવે આ મિશ્રણને મિક્સર જારમાં નાખીને બ્લેન્ડ કરી લો.

સ્ટેપ-4

આ મિશ્રણને એક ગરણી વડે એક બાઉલમાં ગાળી લો.

સ્ટેપ-5

હવે તેમાં થોડુ પાણી, મીઠું, સંચળ, લાલ મરચું અને શેકેલ જીરુંનો પાઉડર ઉમેરીને બધુ બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

ચટણી તૈયાર છે તેને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Daliya Khichdi Recipe: ગુજરાતી દલિયા ખીચડી બનાવવાની રીત