Khatta Dhokla Recipe: ગુજરાતી ખાટ્ટા ઢોકળાની રેસીપી


By Vanraj Dabhi30, Jan 2025 11:27 AMgujaratijagran.com

ખાટ્ટા ઢોકળા

દરેક ગુજરાતીને ઢોકળા ખાવા ગમતા હોય છે, તમે ઘરે ઝટપટ ખાટ્ટા ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે આ રેસીપી ટ્રાય કરો.

સામગ્રી

ચણાની દાળ, ચોખા, મરચાં-આદું-લસણની પેસ્ટ, દહીં, પાણી, બેકિંગ સોડા, હળદર, તેલ, મીઠું, રાઈ, જીરું, તલ, કોથમરી, લીમડાના પાન.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ચણાની દાળ અને ચોખાને એક રાત અથવા 8 કલાક સુધી પાણીમાં પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક મિકસરમાં દહીં અને પાણી નાખીને પીસીને ખીરું તૈયાર કરો.

સ્ટેપ- 3

હવે તેમાં મીઠું અને હળદર નાખીને બરાબર મિક્ષ કરીને તેના પર એક થાળી ઢાંકીને આથો આવવા માટે મૂકો.

સ્ટેપ- 4

હવે એક થાળીમાં તેલ લગાવીને ઢોકળીયામાં થોડું પાણી ગરમ કરો.

સ્ટેપ- 5

ઢોકળાના ખીરામાં તેલ, આદુ-મરચાં-લસણની પેસ્ટ,ઇનો ફ્રૂટ સોલ્ટ નાખીને એક મિનિટ સુધી ચમચીથી બરાબર હલાવો.

સ્ટેપ- 6

હવે એક પ્લેટમાં તેલ લગાવેલીને બેટર રેડીને ઉપર જીરું અને લાલ મરચું પાઉડર છાંટીને ઢોકળીયામાં મૂકીને વરાળમાં પકાવો.

સર્વ કરો

હવે બહાર કાઢીને છરી વડે ટુકડા કરી લો, તૈયાર છે ખાટા ઢોકળા, તમે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઈયરફોન ગંદા થઈ ગયા છે, તેને જર્મ ફ્રી રાખવા માટે આ ટિપ્સ અપનાવો