દરેક લોકોએ રેગ્યુલર ખીર તો ખાધી જ હશે, પરંતુ શું તમે ક્યારેય મખાના ખીર ખાધી છે?
આજે અમે તમને મખાના ખીરની એકદમ સરળ રેસીપી વિશે જણાવીશું, જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.
મખાના, દૂધ, ખાંડ, ઘી, જાયફળ પાઉડર, એલચી પાઉડર, કેસરના તાંતણા,બદામની કતરણ, પીસ્તાની કતરણ.
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મખાના નાખીને ધીમા તાપે 2-3 મિનિટ શેકી લો.
હવે મખાના ઠંડા થાય પછી અડધા મિક્ષર જીરમાં નાખીને ક્રશ કરી લો, અને અડધા અલગ રાખી દો.
હવે એક પેનમાં દૂધ ગરમ કરો, દૂધ ઉકળે એટલે તેમાં ક્રશ કરેલા મખાના, ખાંડ ઉમેરીને ઉકાળતા રહો.
હવે તેમાં આખા બાકી રહેલાં મખાના ઉમેરીને હલાવો અને થોડીવાર પછી તેમાં જાયફળ અને એલચી પાઉડર સહિત કેસર ઉમેરો.
હવે તેમાં બદામ-પીસ્તાની કતરણ નાખીને ગાર્નિશ કરો અને થોડીવાર માટે પકાવો
તૈયાર છે આપણી મખાના ખીર તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.