Methi Puri Recipe: શિયળામાં ઘરે બનાવો લીલી મેથી અને બાજરીના લોટ પુરી


By Vanraj Dabhi09, Nov 2024 04:54 PMgujaratijagran.com

મેથી પુરી

શિયાળાની ઋતુમાં ઘણીવાર મસાલેદાર અને તળેલું ખાવાનું મન થતુ હોય છે, તમે લીલી મેથી અને બાજરાના લોટ વડે યુનિક રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

લીલી મેથી, આદુ મરચાની પેસ્ટ, બાજરીનો લોટ, બાફેલા બટાકા, મીઠું, તલ, અજમો, લાલ મરચું પાઉડર, હિંગ, હળદર, ધાણા જીરું, ઘઉંનો લોટ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, સફેદ તલ, અજમો, તેલ, ધાણાજીરું, હળદર, હિંગ, લાલ મરચું પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં લીલી મેથીના સમારેલા પાન, આદુ મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં બાફેલા બટાકાને છીણીને ઉમેરો અને હાથ વડે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-5

હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને પૂરી બનાવી લો.

સ્ટેપ-6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી પૂરીને થલી લો.

સર્વ કરો

તૈયાર છે મેથીની યુનિક પુરી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Candy: શિયાળામાં ઘરે બનાવો આમળા કેન્ડી, નોંધી લો પરફેક્ટ રીત