20 મિનિટમાં સ્વાદિષ્ટ પાલક ચણા મસાલા ઘરે બનાવો


By Vanraj Dabhi09, Jun 2025 10:42 AMgujaratijagran.com

પાલક ચણા મસાલા

પાલક ચણા મસાલાની વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો તમને કંઈક સારું ખાવાનું મન થાય, તો તમે આ રેસીપી 20 મિનિટમાં બનાવી શકો છો.

સામગ્રી

પાલક, પલાળેલા ચણા, ડુંગળી, ટમેટા, લસણ, લીલા મરચાં, જીરું, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, તેલ.

સ્ટેપ-1

સૌપ્રથમ એક કૂકરમાં પલાળેલા ચણા નાખો. હવે તેને ગેસ પર 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

સ્ટેપ-2

હવે પાલક, ડુંગળી અને ટામેટાંને સમારી લો અને લસણને છોલીને તેની પ્યુરી બનાવો.

સ્ટેપ-3

હવે પાલકને ઉકાળીને પછી તેને ગાળીને મિક્સર અથવા મેશરથી મેશ કરો અને પ્યુરી બનાવો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, ડુંગળીની પ્યુરી, હળદર અને ગરમ મસાલો ઉમેરો અને તેને સારી રીતે શેકો.

સ્ટેપ-5

હવે મસાલામાં ચણા ઉમેરીને 4 મિનિટ માટે સાંતળો, પછી પાલકની પ્યુરી, મીઠું, પાણી ઉમેરો અને સારી રીતે રાંધો.

Indian Railways: ભારતીય રેલવેના 5 સૌથી લાંબા રૂટ વિશે જાણો