શિયાળામાં લોકો લીલા પાંદડા વાળા શાકભાજી વધારે ખાવામાં આવે છે, તમે ઘરે પાલકની ભાજી ટ્રાય કરી શકો છો.
પાલક, તેલ, મીઠું, ચણાનો લોટ, જીરું, હીંગ, લસણ, ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું પાડર, ઘાણાજીરું પાવડર, ગરમ મસાલો, ટામેટાની પ્યુરી.
સૌ પ્રથમ પાલકને ધોઈ સાફ કરી ઝીણું સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ-જીરું હિંગ, આદુ-મરચા અને ડુંગળીનો વઘાર કરો.
હવે તેમા ટામેટાની પ્યુરી, મીઠું, હળદર અને મરચું પાઉડર ઉમેરીને મિક્સ કરો.
પાલક નરમ થાય ત્યાં સુધી પકાવીને પછી એક પ્લેટમાં ખાઢી લો.
તૈયાર છે પાલકની ભાજી, તમે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.