પૂરી તો દરેક લોકોએ ખાધી જ હશે, પરંતુ ક્યારેય મેથીની પૂરી ટ્રાય નહીં કરી હોય, શિયાળામાં પૂરી ખાવાનું મન થાય તો આ રેસીપી અજમાવી શકો છો.
બાજરીનો લોટ, ઘઉંનો લોટ, તેલ, સફેદ તેલ, લીલા મરચાની પેસ્ટ, મેથીના પાંદડા, હળદર, મરચું પાવડરે, અજમો, હિંગ, મીઠું, જીરું, મરી પાઉડર, દળેલી ખાંડ, છાસ.
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરી અને ઘઉંના લોટના સમાન પ્રમાણમાં ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સફેદ તલ, લીલા મરચાની પેસ્ટ અને મેથીના પાંદડાને ધીમાં તાપે સાંતળી લો.
હવે આ મિશ્રણને લોટમાં ઉમેરો અને તેમાં બધા મસાલા નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં છાસ ઉમેરીને હાથ વડે બરાબર મિક્સ કરીને લોટ બાંધી લો
લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને પૂરી બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પૂરીને તળી લો.
તૈયાર છે મેથીની પૂરી, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.