Batata Vada Recipe: પરફેક્ટ બટાટા વડા બનાવવાની રીત જાણી લો


By Vanraj Dabhi08, Mar 2025 10:16 AMgujaratijagran.com

બટાટા વડા

બટાકા વડા એ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, આવો જાણીએ તેના ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી

બટાકા, તેલ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, હળદર પાઉડર, ધાણાજીરું, લીંબુનો રસ, ખાંડ, મીઠું, તેલ.

સ્ટેપ-1

આંક બાઉલમાં ચણાનો લાટ, લાલ મરચું, તેલ, હીંગ, બેકિંગ સોડા, મીઠું ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ નાખીને ગરમ કરી તેમાં આદુ, લીલા મરચાની પેસ્ટ, હળદર, ધાણાજીરું, લીંબુનો રસ, બટાકા, ખાંડ, મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

મધ્યમ તાપ પર તેને 5 મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહો અને પછી આ મિશ્રણને થોડી વાર ઠંડુ થવા દો.

સ્ટેપ-4

આ મિશ્રણમાંથી લૂઆ બનાવી હથેળીને તેલ વડે ગ્રીસ કરી અને મિશ્રણના લૂઆને બનાવીને અને બાજુ પર રાખો.

સ્ટેપ-5

એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું, તેલ, હિંગ, ખાવાનો સોડા, અને પાણી નાખીને પાતળું બેટર બનાવી લો.

સ્ટેપ-6

હવે એક કડાઈ તેલ ગરમ કરી બટાકા વડાને ચણાના લોટના બેટરમાં ડીપ કરીને તેલમાં તળી લો.

સર્વ કરો

બટાકા વડાને તમે તમારી પસંદની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Samosa Recipe: બટાકા વટાણાના સમોસા બનાવવાની રીત