ઉનાળામાં નાસ્તા માટે પરફેક્ટ સત્તુ ચીલા રેસીપી


By Vanraj Dabhi22, May 2025 03:09 PMgujaratijagran.com

સત્તુ ચીલા

સત્તુમાંથી બનેલ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઘણા લોકો ઉનાળામાં તેને ખાવાનું પસંદ કરે છે. ચાલો જાણીએ સ્વાદિષ્ટ અને સ્વસ્થ સત્તુ ચીલા બનાવવાની રીત.

સામગ્રી

સત્તુ, ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લીલા ધાણા, મીઠું, હળદર, અજમો, પાણી, તેલ.

સ્ટેપ-1

સૌપ્રથમ એક બાઉલમાં સત્તુ લો અને તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લીલા ધાણા, હળદર, મીઠું અને અજમો ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને પાતળું બેટર તૈયાર કરો.

સ્ટેપ-3

હવે એક નોન-સ્ટીક પેન ગરમ કરો અને તેને થોડું તેલ લગાવી તેના પર બેટરનો એક ચમચો રેડો અને તેને ગોળ આકારમાં ફેલાવો.

સ્ટેપ-4

હવે ધીમા તાપે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાંસુધી પકાવો અને પછી તેને પ્લેટમાં કાઢી લો.

સર્વ કરો

તૈયાર છે સત્તુ ચીલા તમે તેને દહીં, લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે સર્વ કરો.

ક્રિસ્પી મસાલા પુરીની રેસીપી