Shikanji Masala Recipe: લીંબુ શિકંજીનો મસાલો રેસીપી


By Vanraj Dabhi06, Mar 2025 11:40 AMgujaratijagran.com

શિકંજી મસાલો

ઉનાળાનુી શરૂઆત થઈ ગઈ છે, લોકો ડિહાઇડ્રેશનથી બચાવા માટે લીંબુ શિકંજી પીતા હોય છે, આજે અમે તમને લીંબુ શિકંજીનો મસાલો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કાળું મીઠું, વરિયાળી, કાળા મરી, શેકેલું જીરું, લીલી એલચી, તજ, ખાંડ.

સ્ટેપ-1

સૌપ્રથમ કાળા મરી અને જીરું શેકી લો અને તેને ઠંડુ થવા દો.

સ્ટેપ-2

હવે એક મિક્સરમાં વરિયાળી, ઈલાયચી, કાળું મીઠું અને તજ નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં જીરું અને કાળા મરી નાખીને બારીક પાવડર બનાવી લો.

સ્ટેપ-4

હવે આ મસાલાને મિક્સરમાંથી કાઢી ત્યારબાદ તેમાં ખાંડ નાખીને પાવડર બનાવી લો.

સ્ટોર કરો

હવે એક મોટા બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી ઝીણી ચાળણીથી ચાળી લો અને એક એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

સર્વ કરો

તૈયાર છે શિકંજીનો પરફેક્ટ મસાલો, તમે ઉનાળામાં ઘરે બનાવી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક- શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ghughra Recipe: હોળી સ્પેશિયલ મીઠા ઘુઘરા ઘરે બનાવવોની રેસીપી નોંધી લો