Moong Dhokla Recipe: ફણગાવેલા મગના ટેસ્ટી અને સ્પોંજી ઢોકળાં


By Vanraj Dabhi07, Jan 2025 03:16 PMgujaratijagran.com

ફણગાવેલા મગના ઢોકળાં

ઢોકળાં તો દરેક લોકોએ ખાધા હશે, આજે અમે તમને ફણગાવેલ મગના ઢોકળા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ફણગાવેલા મગ, કોથમીર, દહીં, લીલા મરચાં, આદુ, મીઠું, હળદર, હિંગ, તેલ, પાણી, ઈનો, લાલ મરચું પાવડર, રાઈ, સફેદ તલ, મીઠા લીમડાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં આદુ-મરચા, ફણગાવેલ મગ, કોથમરી, દહીં ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ગ્રાઈન્ડ કરેલ મિશ્રણ કાઢી તેમાં સોજી ઉમેરીને મિકસ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં હળદર, હિંગ, મીઠું, તેલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ઈનો, પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે એક સ્ટીમ વાસણમાં બેટર અને ઉપર મરચું છાંટીને પકાવી લો.

સ્ટેપ-6

હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, મીઠો લીમડો વઘાર ઢોકળાં પર ઉમેરી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Matar Kachori Recipe: શિયાળામાં ઘરે બનાવો મટર કચોરી