શિયાળામાં હળદરનું શાક ખાવાનો અનેરો આનંદ છે, તે સ્વાદમાં ટેસ્ટી હોય છે, આજે અમે તમેને હળદરનું શાક બનાવવાની સરળ રીત જણાવીશું.
લીલી હળદર, તેલ, ઘી, લસણ, આદુ, લીલા મરચા, ફુલાવાર, લીલા વટાણા, દહીં, જીરું, એલચી, તમાલપત્ર, ડુંગળી, કાજું, ધાણાજીરું પાવડર, મીઠું, મરચું પાવડર, કોથમરી.
સૌ પ્રથમ લીલી હળદરની છાલ ઉતારીને સમારી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લીલી સમારેલ હળદર અને ફુલાવર એક પછી એક સાંતળીને એક વાસણમાં કઢી લો.
હવે તળેલી હળદરને મિક્સરમાં નાખીને ક્રસ કરી લો અને દહીંનું ઘોરવું બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમામ મસાલા અને સમારેલી ડુંગળી નાખીને વઘાર કરીને તેમાં આખા કાજું નાખીને પકાવો.
હવે દહીંના ઘોરવામાં ધાણાજીરું,મીઠું સહિતના મસાલા એડ કરીને મિક્સ કરીને વઘારમાં નાખીને થોડીવાર પકાવો.
હવે તેમાં તળેલું ફુલાવર,લીલા વટાણાના દાણાં અને ક્રસ કરેલી લીલી હળદર ઉમેરીને થોડીવાર પકાવો.
કોથમરી ગાર્નિશ કરીને મિક્સ કરો અને વરાળમાં થોડીવાર રહેવા દો.
તૈયાર છે તમારું લીલી હળદરનું શાક, તમે તેને ગરમાગરમ રોટલી, રોટલા,બ્રેડ,નાન વગરે સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.