ગોંદ કતીરા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. વેદાસ ક્યોરના ફાઉન્ડર ડૉ. વિકાસ ચાવલાના જણાવ્યા મુજબ, ગોંદ કતીરા અને દૂધને અન્ય જડીબુટ્ટીઓ સાથે ઉપયોગમાં લઈ શકાય છે. જેમાં મીનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, જે શરીરને એનર્જી પૂરી પાડે છે.
દૂધમાં ગોંદ કતીરા નાખીને કોઈપણ સમયે લઈ શકાય છે, પરંતુ સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.
ગોંદ કતીરા એક કુદરતી ઠંડક આપનાર નેચરલ કુલિંગ એજન્ટ છે. તેને દૂધ સાથે લેવાથી ઉનાળામાં લૂ થી બચાવ થાય છે અને શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે.
ગોંદ કતીરા મહિલાઓ માટે ફાયદાકારક છે. ડિલિવરી પછી તેનું સેવન કરવાથી શરીરને ઊર્જા મળે છે અને શરીરની નબળાઈ દૂર કરવામાં મદદ મળે છે.
દૂધમાં ગોંદ કતીરા નાખીને લેવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે. આ ઉપરાંત તે પગમાં થતી કળતરને ઓછી કરવામાં પણ મદદ કરે છે.
દૂધમાં ગોંદ કતીરા લેવાથી હાડકાંને મજબૂતી મળે છે. તેમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને પોષણ આપે છે.
દૂધમાં ગોંદ કતીરા નાખીને લેવાથી અનિદ્રાની સમસ્યાથી રાહત મળે છે. તે શરીરની ગરમીને દૂર કરવા સાથે થાક અને નબળાઈ ને પણ દૂર કરવામાં મદદ કરે છે