Income Tax Budget 2025: બજેટ 2025માં ટેક્સ સ્લેબમાં થયો ફેરફાર, અહીં જાણો


By Thakur Dharmendrasinh Dilipsinh01, Feb 2025 03:31 PMgujaratijagran.com

બજેટ 2025

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ 2025 (Budget 2025) રજૂ કરી દીધું છે.

પગારદાર કર્મચારી

આ બજેટમાં સામાન્ય જનતા ખાસ કરીને પગારદાર કર્મચારીઓને મોટી રાહત મળી છે.

ટેક્સ સ્લેબમાં ફેરફાર

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ આપ્યો હતો ઈશારો

પીએમ મોદીએ બજેટ સત્રના પહેલા દિવસે મિડિલ ક્લાસને મોટી રાહત મળશે તેવો ઈશારો આપ્યો હતો.

ટેક્સપેયર્સને મોટી રાહત

નાણાંમંત્રીએ ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. તેમને બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ન લાગવાની જાહેરાત કરી છે.

12 લાખથી 16 લાખ સુધી 15% ટેક્સ રેટ

રૂ. 12,00,001 થી રૂ. 16,00,000 સુધી આવક ધરાવતા લોકોએ 15% ટેક્સ આપવો પડશે.

16 લાખથી 20 લાખ સુધી 20% ટેક્સ રેટ

રૂ. 16,00,001 થી રૂ. 20,00,000 સુધી આવક ધરાવતા લોકોએ 20% ટેક્સ આપવો પડશે.

20 લાખથી 24 લાખ સુધી 25% ટેક્સ રેટ

રૂ. 20,00,001 થી રૂ. 24,00,000 સુધી આવક ધરાવતા લોકોએ 25% ટેક્સ આપવો પડશે.

24 લાખ ઉપર 30% ટેક્સ રેટ

રૂ. 24,00,000 ઉપર 30% ટેક્સ આપવો પડશે.

વાંચતા રહો

બજેટમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને વ્યવસાય સંબંધિત તમામ માહિતી જાણવા માટે gujaratijagran.com સાથે જોડાયેલા રહો.

Budget 2025: સામાન્ય લોકો માટે બજેટમાં શું ખાસ છે? જાણો