Curd Benefits: સવારે ખાલી પેટ દહીં ખાવાથી શું થાય?


By Sanket M Parekh24, Jul 2025 03:38 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

દહીંમાં ઘણાં પોષક તત્વો હોય છે, જેમ કે વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલિક એસિડ. જેનાથી શરીરને અનેક ફાયદા થાય છે.

શું ખાલી પેટ દહીં ખવાય?

ચોક્કસ તમે સવારે ખાલી પેટ દહીં ખાઈ શકો છો, જેનાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદા થાય છે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે, જે ઈન્ટેસ્ટાઈન અર્થાત આંતરડાના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ, તો ખાલી પેટે દહીંનું સેવન કરી શકો છો. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે વજન ઉતારવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

દહીં ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ અર્થાત ઈમ્યૂનિટી વધે છે. દહીંમાં સારા એવા પ્રમાણમાં વિટામિન C મળી આવે છે, જે ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. જેનાથી તમે અનેક ચેપી રોગથી બચી શકો છો.

પાચન તંત્ર સુધારે

દહીંમાં વિટામિન B12 અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે. જે આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે, જેનાથી પાચનતંત્રમાં સુધારો થાય છે.

હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દહીં વધુ ફાયદાકારક હોય છે. દહીંમાં મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત બનાવે

ખાલી પેટ દહીં ખાવાથી હાડકાં મજબૂત થાય છે. દહીમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફર જેવા પોષક તત્વો મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

સૂતા પહેલા ચહેરા પર મલાઈ અને હળદર લગાવવાના ફાયદા