Amla Candy Recipe: હોમ મેઈડ પરફેક્ટ આમળા કેન્ડી


By Vanraj Dabhi26, Dec 2024 02:40 PMgujaratijagran.com

આમળાનું સેવન

આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવા છે પરંતુ આમળાને લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકાતા.

આમળા કેન્ડી

આમળાની કેન્ડી બનાવીને તેને સ્ટોર કરી શકો છો. આનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સામગ્રી

આમળા, ખાંડ, પાણી, ખાંડનો પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ આમળાને પાણીથી સારી રીતે સાફ કરીને આખી રાત ફ્રીઝમાં રાખો.

સ્ટેપ-2

હવે આમળાને બહાર કાઢી 2 કલાક સુધી નોર્મલ પાણીમાં રાખો અને પછી તેના નાના ટુકડા કરી લો.

સ્ટેપ-3

હવે ટુકડા કરેલા આમળા અને ખાંડને કાચની બરણીમાં મિક્સ કરીને બે દિવસ માટે રાખો.

સ્ટેપ-4

ખાંડ સંપૂર્ણ ઓગળી જાય પછી ગરણીથી ખાંડ વાળા પાણીને ગાળી લો.

સ્ટેપ-5

આમળાને એક અલગ વાસણમાં 2 થી 3 દિવસ સુધી સુકાવા દો.

સર્વ કરો

આમળા સુકાય પછી તેની ઉપર ખાંડનો પવડર છાંટીને મિક્સ કરીને સર્વ કરો અથવા એર ટાઈટ બરણીમાં સ્ટોર કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tomato Soup Recipe: વિન્ટર સ્પેશિયલ ટામેટાના સૂપની ચટાકેદાર રેસીપી