કિંજલ દવે અને ધ્રુવિન શાહના સગાઇની તસવીરો નિહાળો


By Dimpal Goyal08, Dec 2025 03:09 PMgujaratijagran.com

નવા જીવનની શરૂઆત

ગુજરાતી સિંગર કિંજલ દવેએ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરીને તેમના જીવનના એક નવા અને સુખદ અધ્યાયનો પ્રારંભ કર્યો છે.

કિંજલ દવેના સગાઈની તારીખ

કિંજલ દવેએ 6 ડિસેમ્બર, 2025 ના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી.

ગોળધાણા વિધિ

5 ડિસેમ્બર, 2025 ના રોજ ગોળધાણાની વિધિ યોજવામાં આવી હતી.

કિંજલ દવેના મંગેતરનું નામ

કિંજલ દવેના મંગેતરનું નામ ધ્રુવિન શાહ છે.

ધ્રુવિન શાહ કોણ છે?

ધ્રુવિન શાહ એક અભિનેતા અને બિઝનેસમેન છે. તેઓ ગુજરાતી કન્ટેન્ટ એપ્લિકેશન JoJo App ના ફાઉન્ડર પણ છે.

કિંજલ અને ધ્રુવિન લવ સ્ટોરી

કિંજલ દવે અને ધ્રુવિન શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા અને હવે સગાઈના પવિત્ર બંધનથી મજબૂત આધાર મળ્યો છે.

સગાઇ પ્રસંગની ભવ્યતા

ભલે સગાઈનો પ્રસંગ પારિવારિક અને ખાનગી રાખવામાં આવ્યો હોય, પરંતુ તેમની તસ્વીરો અને વીડિયોમાં તે સાદાઈ સાથેની ભવ્યતા છલકાય છે.

કિંજલ દવેની પોસ્ટ

કિંજલ દવેએ ઇન્સ્ટાગ્રામ પર 'God's Plan' લખીને જાહેરાત કરી, જે દર્શાવે છે કે આ જોડી માટે આ ઈશ્વરીય સંયોગ જેવો શુભ અવસર છે.

ગ્લેમરસ જોડી

સંગીત અને અભિનયના ક્ષેત્રની આ ગ્લેમરસ જોડીએ તેમના ચાહકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાવી છે.

ઉત્સાહપૂર્ણ ઉજવણી

સગાઈ સમારોહમાં કિંજલ અને ધ્રુવિનનું નૃત્ય તેમના નવા સંબંધની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કરે છે.

વાંચતા રહો

અવનવી સ્ટોરી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

ઊનના કપડાંમાંથી લિન્ટ રિમૂવ માટેની સરળ રીત જાણો