નખ પરથી જાણો તમારું સ્વાસ્થ્ય


By Kajal Chauhan15, Sep 2025 05:37 PMgujaratijagran.com

નખ આપણા શરીરના મહત્વના ભાગોમાંથી એક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે નખની સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. ગંદા નખ અવારનનવાર બીમારીઓનું કારણ બને છે.

આજે અમે તમને નખ સાથે જોડાયેલા કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જે તમારું સ્વાસ્થ્ય જણાવે છે. ચાલો તેના વિશે વિગતવાર

નખ પર સફેદ નિશાન

જો તમારા નખ પર સફેદ નિશાન થઈ રહ્યા હોય તો તેને અવગણવા ન જોઈએ. આ તમારા શરીરમાં કેલ્શિયમની કમી તરફ સીધો સંકેત છે.

પીળા નખ

મેડિકલ ભાષામાં વાત કરીએ તો નખ પીળા થવાને સામાન્ય માનવામાં આવતું નથી. પીળા નખ સૂચવે છે કે તમને કોઈ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થયું છે.

વાદળી/ગુલાબી/જાંબલી નખ

પીળા નખ ઉપરાંત જો તમારા નખનો રંગ ગુલાબી, વાદળી અથવા જાંબલી થઈ રહ્યો હોય, તો તે હૃદય સંબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે.

નખ પર ઊંડી રેખાઓ

જો તમારા નખ પર પાતળી લાંબી રેખાઓ હોય તો તે ચિંતાની કોઈ વાત નથી. આ વધતી ઉંમરનો સંકેત હોઈ શકે છે, પરંતુ ઊંડી રેખાઓને તમારે અવગણવી ન જોઈએ.

ચમચા જેવા નખ

જો તમારા નખનો આકાર ચમચા જેવો થઈ રહ્યો હોય તો આવા કિસ્સામાં તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મેડિકલ ભાષામાં આ સ્થિતિને કોઇલોનીશિયા કહે છે.

પ્રજનન ક્ષમતા વધારવા માટે પુરુષોએ આ ખોરાક ખાવા જ જોઈએ