Lauki Bhajiya Recipe: દૂધીના કુરકુરા ભજીયા


By Vanraj Dabhi17, Dec 2024 12:56 PMgujaratijagran.com

દૂધીના ભજીયા

ભજીયાની વિવિધ વેરાયટી તમે ટ્રાય કરી હશે, પરંતુ આજે અમે તમને દૂધાના ભજીયાની યુનિક વાનગી જણાવીશું.

સામગ્રી

બેસન, ચોખાનો લોટ,દૂધી, બટાકા, આદુ, કોથમીર, લીલા મરચા, મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, જીરું, હિંગ,અજમો, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારીને એક બાઉલમાં ખમણી વડે છીણી લો.

સ્ટેપ-2

હવે તેમાં આદુનું છીણ, કોથમરી, લીલા મરચાના ટુકડા અને જણાવેલ મસાલા ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં બેસન અને ચોખાનો લોટ ઉમેરીને બધી સામગ્રીને હાથ વડે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભજીયા મૂકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે દૂધીના કુરકુરીયા ભજીયા, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lili Haldar Nu Shak: શિયાળામાં ઘરે બનાવો લીલી હળદરનું શાક