Kotha Chaat: ઉનાળામાં લુ થી બચવા ઘરે બનાવો ચટપટી કોઠાની ચાટ રેસીપી


By Vanraj Dabhi06, Feb 2025 11:22 AMgujaratijagran.com

કોઠાની ચાટ

ઉનાળામાં લુ થી બચવા માટે લોકો અવનવા નુસખા અજમાવતા હોય છે, તમે ઘરે કોઠાની ચાટ બનાવી શકો છો.

કોઠા શું છે?

કોઠા એટલે બિલ્લીપત્રનું ઝાડ પર આવતું ફળ છે, તે દેખાવમાં પથ્થર જેવું હોય છે ઘણા લોકો તેને મસાલા વુડ એપલ તરિકે ઓળખે છે, તમે મસાલા કોઠું પણ કહી શકો.

કેવી રીતે તોડવું?

આ ફળને તમે દસ્તા વડે શ્રીફળ જેમ તોડીએ તે રીતે તોડી શકો છો.

ચટણી બનાવો

હવે એક ખાંડણીમાં તીખા લીલા મરચાં, લીલી કથમરી ઉમેરીને વાટી લો.

કોઠું ઉમેરો

હવે તેમાં કોઠુંનો પલ્પ, ગોળ કે ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ફરીથી વાટી લો.

સોફ્ટ મિશ્રણ

બરાબર મિક્ષ કરશો એટલે મસાલા કોઠુંનું એકદમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જશે.

સર્વ કરો

હવે મસાલા કોઠું તૈયાર છે તમે તેલ ઉમેરવું હોય તો ઉમેરીને આ ફળ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cleaning Tips: માઇક્રોવેવની દુર્ગંધ દૂર થશે, અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો