Green Chana Vada: શિયાળામાં ઘરે બનાવો લીલા ચણાના ક્રિસ્પી વડા


By Vanraj Dabhi26, Dec 2024 12:06 PMgujaratijagran.com

લીલા ચણાના વડા

દરેક લોકોએ દાળ વડા તો ખાધા હશે, તમે શિયાળામાં ગરમા ગરમ લીલા ચણાના વડા ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

લીલા ચણા, ચોખાનો લોટ, જુવારનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, કોથમીર, લીલું લસણ, આદુ મરચાની પેસ્ટ, ગોળ, તલ, હિંગ, હળદર, લીંબુ, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલી ચણાને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં બે કપ પાણી ગરમ કરી તેમાં સફેલ તલ, હળદર, હિંગ, ગોળ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં લીલા ચણાની પેસ્ટ, આદુ-મરચાની પેસ્ટ, લીલુ લસણ, કોથમરી ઉમેરીને બરબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ચોખાનો લોટ, જુવારનો લોટ, ઘઉંનો લોટ ઉમેરીને વેલણની મદદથી બરાબર હલાવીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી વડા બનાવીને પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તળી લો.

સર્વ કરો

તૈયાર છે લીલા ચણાના ક્રિસ્પી વડા, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sooji Dhokla Recipe: સોફ્ટ અને સ્પોંજી રવાના ઢોકળાની રેસીપી